ખૂબ સુંદર સલોની હતી એ
તારી મારી એક રાતની એ
એક સુંદર સલોની મુલાકાત,
બસ તને મળવાની પ્યાસ હતી,
બસ તને પામવાની પ્યાસ હતી,
બસ તને ચાહવાની ચાહ હતી,
હૈયું ધડકતુ હતું,હું ગભરાતી હતી,
તેમ છતાં પણ વ્હાલા એકમેક ને
પૂરા સ્નેહથી મળવાની ઝંખના હતી,
અધૂરી હતી જે પ્રીત "રાજલ",
એ થઈ ગઈ પુરી એ એક રાતની
પ્રેમભરી આપણી મુલાકાતથી....
-Rajeshwari Deladia