ઉઘડતું આ પ્રભાત તારા સ્મિતનું...
સાથે જન્મતી નવી આશનું..
ઉઘડતું આ પ્રભાત તારી આસમાની આંખોનું ..
અને સાથે મહેકતા સ્વપ્નનું...
ઉઘડતું આ પ્રભાત ચિરપરિચિત વાયદાનું....
અને સાથે નવી કલ્પના નું....
ઉઘડતું આ પ્રભાત સ્પંદન નું....
અને સાથે નવી પ્રેરણાનું....
ઉઘડતું આ પ્રભાત વિચારો નું...
સાથે તારા હોવાના અહેસાસનું.....