તમને મારી યાદોમાં લઈને ફરવાનો મને કોઈ જ અફસોસ નથી, સાચું કહું છું. કેમ કે મેં હજુ તમને લગતી મારી જૂની ખુબસુરત યાદોમાં તમારા તરફથી મળેલી નવી ઉદાસીન યાદોને સાંકળી નથી. હું તેમ કરવાનો પણ નથી. હાસ્તો, વાસ્તવિક જગતમાં જે થયું તે....મારી કાલ્પનિક શ્રુષ્ટિને હું શા માટે દૂષિત કરું.? પણ હા, હું મારા એ સુંદર અનુભવને અંગત જ રાખીશ. તમને તે વિશે કઇ નહીં જણાવું. કેમ કે તમે તે અધિકાર ખોઈ ચુક્યા છો.😊😊
-- અનિરુદ્ધ ઠકકર"આગંતુક"