લાગણીઓ વહેવા દો તમે
એ દિલ માં સત્કારશું અમે
આવો દોડી તમે પાસ મારી
બાંહો માં સમાવી લઈશું અમે
મિલન કાજે તડપતા રહ્યા
જન્મો થી તરસ્યા અમે
હવે આવો ના તરસાવો
તમને ચૂમી લઈશું અમે
પ્રેમ એટલો આસાન નથી
બહુ તરસ્યા છીએ અમે
બહુ ઇંતેજાર ને અંતે
તમને પામ્યા છીએ અમે
તમારી યાદ થી રોશન
બન્યું છે આ દિલ "રાજલ"
આંસુ વહી રહ્યા છે હવે
આવી ને પી જાઓ તમે
-Rajeshwari Deladia