જોઈ આજ પ્રેમની જૂની કેસેટનું અસ્તિત્વ,
વહેવા લાગી દિલમાં પુરાની પ્રેમની નદીયું,
હતી કેસેટ એક સમયે મારા પ્રેમનું પ્રતીક,
કર્યો તો ઈઝહાર એને પ્રેમનો આ કેસેટ થકી,
સાંભળી કેસેટ થઈ ગઈ હતી પ્રેમમાં પાગલ ,
અપાવી ખુશી મનચાહી આ પ્રેમની કેસેટે મને,
થઈ ગઈ હતી ભાવ વિભોર સાંભળી આ કેસેટ,
કર્યો તો ઈઝહાર "રાજલે" પણ પ્રેમનો કેસેટ થકી,
બની જિંદગી સુખમય મારી પ્રેમની આ કેસેટ થકી....
-Rajeshwari Deladia