હતાં પહેલા બંને એક એક,
જ્યારે હતાં બંને અજનબી,
મળ્યા જ્યારે બંને અજનબી,
થઈ ગયા બંને એકમેક....
મળ્યું હૃદયથી હૃદય બંનેનું,
સ્ફુરી લાગણી પ્રેમની બંનેની,
ટકરાઈ આંખોથી આંખો બંનેની,
થઈ ગયા બંને એકમેક.....
મળી છાયા પ્રેમની બંનેને,
બનાવ્યો માળો પ્રેમથી બંને એ,
લાગ્યું વહેવા ઝરણું પ્રેમથી બંનેનું,
બની "રાજલ' પ્રેમથી એકમેક થી...
-Rajeshwari Deladia