બની કસ્તુરી તુ જ સંગ જીવન જીવવું છે મારે,
બની સિંદૂરી તારા નામનો સિંદૂર ભરવો છે મારે,
બની બાંસુરી પ્રેમનો રાગ તુ જ સંગ ગાવો છે મારે,
બની રાગીણી તું જ સંગ પ્રેમનો રાગ છેડવો છે મારે,
બની ધારીણી તુ જ સંગ તારા પ્રેમમાં ભમવું છે મારે,
બની જીવનસંગીની તુ જ સંગ એક પ્યારું ઘર બનાવવું છે મારે,
બની ચાંદની તુ જ સંગ પ્રેમનો પ્રકાશ ફેલાવવો છે મારે,
બની "રાજલ" જીવનભર પ્રેમથી સાથ નિભાવવો છે મારે....
-Rajeshwari Deladia