આજનો દિવસ છે મહામુલો,
પણ, બાળકો વિના લાગે સૂનો.
કેવી ગુંજતી ગામની શેરી,
ફરતા જ્યારે પ્રભાત ફેરી.
આજનો દિવસ છે મહામુલો,
પણ,બાળકો વિના લાગે સૂનો.
શાળા પરિવાર જ્યાં છે અધુરો,
બાળક થકી શિક્ષક છે પુરો.
આજનો દિવસ છે મહામુલો,
પણ, બાળકો વિના લાગે સૂનો.
- જયુ ઠાકોર