ગુંજે જો શબ્દોને સૂર ના મળે તો હું કોને કહું હું કોને કહું, તારા વિના જો રેહવું પડે તો હું ક્યાં રહું હું ક્યાં રહું.
(1) સરિતા છું હું એવી જ એક, જે ખુદમાં સંકોરાઈ ગઈ, વેર ની પાળ હટાવે જો તું, હું તુજમાં વહું.
(2) સંબંધો તારા વર્ષો જુના ને હું પાંખડી એમાં જોડાઈ ગઈ, સંકોરી લે જો મુજને એમાં હું વીંટળાઈ જઉં.
(3) શ્વાસો સુધી તારી છું તોય ક્ષણનો પણ ક્યાં ભરોસો રહ્યો, તારા શમણે શ્વાસો બનીને ગૂંથાઈ જઉં.
આરઝૂ.