હું સ્ત્રી ન હોત, તો વ્હાલી હોત તને?
મારા પ્રેમના એકરારની અસર હોત તને?
મેં કહ્યું ક્યારેય, કે જોવો છે તને?
પણ જોયા વિના મને, ચાલત તને?
મને રસ પડ્યો છે તારી ખુબસૂરત આંખોમાં,
આંખો સુધી સીમિત થવું ફાવત તને?
હું દેહ ન હોત, માટીની બોલતી મૂર્તિ હોત
તો આટલું જ તું ચાહત મને?
હું સ્થિર, સ્થગિત, ફેલાયેલ નભ સમી હોત;
તો મારામાં રમવું ગમત તને?
મારા સતત સ્મિત પર ન જઈશ તુૃં,
ચૂરેચૂરા છે ભીતરનું ખંડેર
તિરાડો લઈને ઊભી છું, તૂટવા તૈયાર
ખરતી કરચોથી પણ પ્રેમ થાય, એવું લાગે છે તને ?!?
--નિર્મોહી