દરેક નારી ની ઈચ્છા
માત્ર મુક્ત મને ઉડવાનું....
સાથ ફક્ત દોર નહીં કે પથ્થર....
દરેક નારીની ઇચ્છા માત્ર મુક્ત મને ઊડવું.....
એ ખુલ્લા વિચારો થી ફક્ત ઉડવા માંગે છે અને એકલી નહીં સાથે દોરી લઇને પતંગની જેમ ઉડવા માંગે છે
પણ આ સમાજરૂપી પથ્થરથી બાંધી દેવામાં આવે છે
મુક્ત મન વાળી સ્ત્રી ને સહકાર તો બધા પુરુષો આપે છે.
મોટા મોટા લેખો પણ લખે છે બસ, અપનાવી નથી શકતા
સંમતિ નથી એ સ્ત્રી પોતાની માતા, બેન, દીકરી હોય કે પત્ની એને સમ્મતિ નથી આપી શકતા આ પુરુષો....કે ખુલ્લા મને ઉડી શકો....સ્ત્રીઓ પોતાનો અવાજ બુલંદ કરે ને તો દબાવી દેવામાં આવે છે...એ અવાજને..... સ્ત્રીઓના મનના બળાત્કાર રોજ થાય છે....
આ કડવું સત્ય છે.
પહેલા જુઓ તમારું ચરિત્ર
પછી શોધો નારી પવિત્ર
તો આ સમાજ કોણ છે આપણાથી સમાજ છે અને સમાજ થકી આપણે છીએ તો, વિચારધારાને બદલવા ની જરૂર છે....
જાણું છું કે બધા પુરુષો સરખા નથી હોતા પણ, હું ફક્ત હકીકત જણાવું છું....