તું જો પકડે હાથ તો તારી હમસફર બની જાઉં
તું જો આપે સાથ તો જીંદગી તારા નામ કરી જાઉં.
તું જો બને મારા શુષ્ક હૃદય ને તૃપ્ત કરનાર સાગર
તો મરજીવો બની તારા પ્રેમ સાગરમહી તરી જાઉં.
અમૃત બને પ્રેમ તારો જન્મોજન્મનો મળે જો સાથ
હસતા હસતા તિરસ્કારનું વિષપાન હૈયે ભરી જાઉં.
આજકાલ તને પસંદ આવે છે બીજાના વર્તન,વાણી
હોઠ સીવી બનું ગુંગી ને પાનખરમાં પર્ણસમ ઝરી જાઉં.
કહે મુજને નશો હતો તારો બસ આજે ઉતરી ગયો
"ઈશા" કહે કે તું કહે તો મોત ને પણ પ્રેમ કરી મરી જાઉં.
-Isha Kantharia
12/20/20