મારી વાડીમાં કોયલ આવી,
મારી વાડી લાગે પ્યારી પ્યારી.
કોયલ બોલે કુ..હુ કુ..હુ,
ટહુકો સંભળાય દૂર દૂર.
કુંજન કરતી એ હરખાતી,
મારી વાડીમાં કોયલ આવી.
કોયલ ખાય તાજાં ફળ,
જોવું એને હું પળ પળ.
વાડીના મીઠાં નીર પીનારી,
મારી વાડીમાં કોયલ આવી.
કોયલ કંઠે કામણગારી,
એના પર જાઉં વારી વારી.
કોયલ રાણી બહુ હરખાતી,
મારી વાડીમાં કોયલ આવી.
---જયુ ઠાકોર
-Jayu