વિષય:-મધ્યમ વર્ગની મુશ્કેલીઓ
શિર્ષક:- મનોવ્યથા
માઈક્રોફિકશન
“કોરોનાકાળમાં જ્યારે પરિવારની પ્રાથમિક જરૂરિયાતો ,બાળકોના શિક્ષણના ખર્ચાં અને ઉપરથી વળી આ વખતે ઓનલાઇન શિક્ષણના ખર્ચા ,સાલું એક સાંધો ત્યાં તેર તૂટે એવી મધ્યમવર્ગની સ્થિતિ હોય એમાંય ત્રીસ ટકા પગાર કાપ ! ન રંક ન રાજા છતાં હરઘડી પિસાતા ”મનમાં વિચારતા અનિલભાઈ મ્લાનમાં હસતાં પગારની બેંક ડિટેઇલ ચેક કરવા લાગ્યા.
-Shital