એ દિવસ આછો આછો યાદ છે મને
લગભગ રવિવાર હતો.
સમય હશે સવારના દસ-સાડા દસનો.
હું કપડાં ધોતી હતી ને લેન્ડલાઈનની રીંગ વાગી'તી.
પપ્પાએ વાત કરીને ઉતાવળે મને કહેલું કે
'બેટા ! જલ્દી ઊભી થા ને તૈયાર થઈ જા.
મામાને ઘેર તને છોકરો જોવા આવ્યો છે.'
સાચું કહું? ક્ષણ પૂરતીય ધડકન નહોતી વધી મારી.
ક્ષણભર પણ નહોતો અનુભવ્યો મેં કોઈ રોમાંચ.
મનમાં બસ એટલું જ હતું કે, પિતાનો આદેશ છે.
જે હોય, જેવો હોય;
પ્રથમ ને અંતિમ હોય.
એ જ પ્રાર્થના કરીને આવી'તી તમને મારી 'જાત' દેખાડવા.
હા, એક પ્રાર્થના હજી કરી હતી મેં.
અને એ, એ કે...
જે હોય, જેવો હોય;
મને ખૂબ ચાહતો હોય...
ખરેખર ખૂબ ચાહો છો તમે મને.
કંઈ વધારે જ...
©અનુ.