પોતાની જાત ને સમય આપો,
તમારી પહેલી જરૂરત તમે તમે ખુદ છો...
જીંદગી ની ભાગદોડમાં આજે વ્યક્તિ પોતાની જાત ને સમય આપવાનું ભૂલી ગયો છે.આજે વ્યક્તિ મશીન ની જેમ ચાલી રહ્યો છે.એનું મગજ સતત મારે કંઇક કરવાનું છે એ બાજુ જ ચાલી રહયું છે. ખુદ ને પ્રેમ કરવાથી તમે સંસાર ની મહત્વપૂર્ણ વ્યકતિ છો એવું લાગશે.એને કારણે તમે હતાશા નો ભોગ બનતા અટકશો.જિંદગીમાં થોડુ પોતાના માટે જીવવું પણ ખૂબ જ જરૂરી છે.
એમા પણ ખાસ કારી ને સ્ત્રીઓ. સ્ત્રીઓ ક્યારેય પોતાના માટે જીવતી નથી પોતાની માટે કાઈ પણ કરવાનું હોય તો એમ જ કહેશે કે મારી પાસે સમય નથી. પણ એવું નાં રાખો. પોતાની ઈચ્છાઓને જેટલું દબાવી ને રાખીશું એ કોઈ ને કોઈ સ્વરૂપે બહાર આવી ને રહે જ છે.
એટલે પોતાને હંમેશા સમય આપો.
🙏🙏🙏🙏
-Rajeshwari Deladia