હાથમાં લાકડી હતી ને આંખે ચશ્મા પણ
આંખમાં ઇંતજાર હતો તે તારો......
સમયનાં વહેણમાં દીધેલ કોલને નિભાવવા
હજું પણ છું હું કુંવારો....
હજુ પણ બેચેન દિલને થાય છે કે
જોઈએ છે તારે મારો સહારો..
ધીરજની એરણે થઈ પ્રેમની જીત,
દિલનાં દરવાજે તે દીધો આવકારો....
આથમતી જિંદગીએ એ અણધાર્યું મિલન આપણું,
ક્ષિતિજ છે તેનો પુરાવો....
હવે લાકડીના ટેકાની ક્યાં જરૂર છે
જયારે ટેકો તું જ બને મારો...
sonal patadia.
💕સ્વીટ લાઈન💕
એક ડોશો ડોશીને વ્હાલ કરે છે,જો ને કેટલો પ્રેમ કરે છે...