Hanuman Chalisa, How To Read Hanuman Chalisa, Hanuman worship rules
હનુમાનજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય હનુમાન ચાલીસાના પાઠ કરવા, પરંતુ તેમાં પણ લોકો કરે છે ભૂલો
ધર્મ ગ્રંથો મુજબ, હનુમાનજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય હનુમાન ચાલીસાના પાઠ કરવા છે. જે વ્યક્તિ રોજ હનુમાન ચાલીસાના પાઠ કરે છે, તેની ઈચ્છાશક્તિ પણ ખૂબ મજબૂત હોય છે. , હનુમાન ચાલીસાના પાઠ કરવાની વિધિ ખૂબ સરળ છે, પરંતુ કેટલાક લોકો માહિતીના અભાવમાં કેટલીક ભૂલો કરે છે. જાણો હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
- ઘણાં લોકો સ્નાન કર્યા પછી તરત માત્ર ટોવેલ વીટીને અને ભીના શરીરે જ હનુમાન ચાલીસાના પાઠ કરવા બેસી જાય છે. આ ખોટી રીત છે. જ્યારે સવારે સ્નાન વગેરે કર્યા પછી લાલ ધોતી પહેરીને હનુમાનજીની તસવીર અથવા મૂર્તિની સામે બેસીને નિયમપૂર્વક હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
- ઘણી વખત લોકો અસ્વચ્છ અવસ્થા (મેલા કપડાં અને રજસ્વલા સ્ત્રીના સ્પર્શ પછી)માં જ હનુમાન ચાલીસાના પાઠ કરે છે. આવી ભૂલો કરવાથી બચવું જોઈએ.
- હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે બેસવા માટે ઊન અથવા કુશના આસનનો ઉપયોગ કરવો જોઈએ. અન્ય આસનનો ઉપયોગ કરવાથી પૂજાનું સંપૂર્ણ ફળ નથી મળી શકતું.
- હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે ધ્યાન માત્ર ભગવાનની ભક્તિમાં જ લાગેલું હોવું જોઈએ. જ્યાં-ત્યાંની વાતો વિચારવાથી બચવું જોઈએ.
- જે જગ્યાએ હનુમાન ચાલીસાના પાઠ કરો, તે જગ્યા સાફ હોવી જોઈએ. નહીં તો પૂજાનું સંપૂર્ણ ફળ નથી મળી શકતું.