વિષય :- પ્રિયતમાનો વિયોગ
પ્રકાર. :- માઈક્રોફિકશન
નરેશ અને સોનલ લવમેરેજ બાદ ખુશીથી રહેતા હતા, લગ્નનાં થોડા સમય બાદ પડી જવાથી સ્પાઈનલ ડેમેજ થતાં સોનલ પથારીવશ બની ગઈ. પત્ની માટે બધું કરી છૂટવા માંગતો નરેશ સોનલની આ સ્થિતિ માટે નિઃસહાય હતો.
‘એ નરેશ મને પડખું ફેરવાવી દે ને આ ભાઠું બહુ દુઃખે છે’. સોનલે દર્દથી કણસતાં પતિને ચીસ પાડી ; પરંતુ આજ તેને સાંભળનાર કોઈ ઘરમાં ન હતું.
સવારે પરત ફરેલા નરેશે સોનલને પોઢેલી જોઈ કાયમ માટે…….
શીતલ રૂપારેલીયા
-Shital