'તુૃં' ...
કેટલું પોતીકું સંબોધન !
એટલું જ નજીક જેટલો તુૃં
એટલું જ દૂર જેટલી હું
એટલું જ ભીતર જેટલો તુૃં
એટલું જ છેટે જેટલી હું
એટલું ધવલ જેટલો તુૃં
એટલું કૃષ્ણ જેટલી હું
એટલું સરળ જેટલો તુૃં
એટલું સંકુલ જેટલી હું
એટલું ગંભીર જેટલો તુૃં
એટલું જ બોલકું જેટલી હું
સમયનાં સાગરતટ પર મળવા વલખતા
એક સાથે વહેતા અલગ-અલગ બે કિનારાની
એકસરખી ગતિનું સાક્ષી છે આ
તારું ને મારું 'તુૃં'...
©Yaad Hamesha