કેનેડામાં રહેતો એક છોકરો ભારતમાં પોતાની મમ્મીનું અવસાન થવાંથી તેમની અંતિમ ક્રિયામાં ભાગ લેવા ભારત આવીયો હતો આમેય તેની મમ્મી કોઈ અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં કોઈ બીમારી ને કારણે દાખલ કરવામાં આવિયા હતા પણ કોઈ કારણ સર તેમનું મરણ હોસ્પિટલમાં જ થઇ ગયું તેથી તેમની ડેડ બોડી શબઘર માં રાખવામાં આવી હતી આમ છોકરો જેવો કેનેડાથી આવીયો તો તે સીધો હોસ્પિટલમાં તેની મમ્મીની ડેડ બોડી લેવા ગયો પણ તેને રિસેપ્સશન ઉપર જાણવા મળિયું કે તેની મમ્મીની બોડી તો ઘણા દિવસ ઉપર જ તેમના સગાઓ લઇ ગયા હતા!
છોકરો આ જાણીને નવાઈ પામ્યો કે એમ કદી ના બને હું જ તેમનો છોકરોછું
બસ પછી હોસ્પિટલમાં તપાસનો દોર ધમધમાટ ચાલુ થયો તો અંતે જાણવા મળિયું કે જે ડેડ બોડી આ છોકરાની મમ્મી ની રાખવામાં આવી હતી બરાબર તેની બાજુમાં જ એક બીજી મહિલાની પણ ડેડ બોડી રાખવામાં આવી હતી તો હોસ્પિટલ સ્ટાફની એક ગંભીર ભૂલના કારણે તેમને લેવા આવનાર પેલા મહિલાની બોડી આપવાને બદલે આ કેનેડાથી આવેલ છોકરાની મમ્મીની બોડી આપી દેવામાં આવી હતી અને તેમને તે મહિલાની દરેક ક્રિયા પણ કરી દેવામાં આવી!
લો કરલો બાત.. 🙄
કારણ કે આ બંને મહિલાઓની ડેડ બોડી ના ચહેરા એક સરખા હતા.. કદાચ તેને લીધે આ ભૂલ થવા પામી !!!
જુવો આજ આવા કમ્પ્યુટરના જમાનામાં પણ આમ બની શકે છેં 🤭
પછી શું થયું એતો તમને ખબર પડી જ ગઈ હશે...ફરિયાદ..કૅસ..તપાસ.