તુૃં હોતો કેમ નથી એ વખતે
જ્યારે કંઈક કહેવું હોય મારે
તુૃં જોતો કેમ નથી એ વખતે
જ્યારે રડવું હોય મારે
તુૃં જ કારણ હોય તો પણ
ખભોય તારો જ જોઈએ
તુૃં બોલતો કેમ નથી એ વખતે
જ્યારે મૌન રહેવું હોય મારે
કેટલી જંજાળ છે, ખબર છે?
ભારેખમ કપાળ છે, ખબર છે !
તુૃં લખતો કેમ નથી એ વખતે
જ્યારે વાંચવું હોય મારે
તારે તો તરવુંય નથી
ઊંડે સુધી ડૂબવુંય નથી
તુૃં રહેતો કેમ નથી એ વખતે
જ્યારે જતું રહેવું હોય મારે...
અનુ.