શું રહસ્ય છે કે આંખો મીંચીને જોતી રહું છું તને ખડખડાટ હસતાં, શું તને એમ હસતાં જોવાની કોઈ આરત જાગી છે? કે પછી ઠલવાવા મથતું કોઈ અકળ પીડાપાત્ર જીદે ચડ્યું છે? એવું હસ્યો હોઈશ તુૃં ક્યારેય ! આમ તો ભ્રમર ઢંકાય છે ફૂલમાં. કહો કે રૂંધાય છે ફૂલમાં. શું હુંય રૂંધી શકું તને? મારામાં ઢાંકી શકું તને? એમ કરવાથી કદાચ ભૂંડું આવે પરિણામ. ને હવે આગળનો સવાલ મારે તને નથી પૂછવાનો. મારા ખુદને પૂછવાનો છે.
અનુ.