સુરતના રહેવાસી ને બિલ્ડર નું કામ કરતા એક ભાઈની વ્હાલી દીકરી નામે નિધિ જે કેનેડામાં રહીને અભયાસ કરેછે ને સાથે નાની જોબ પણ કરેછે ગઈ કાલે મુંબઈના એરપોર્ટ ઉપર રાત્રે અઢી વાગે તે પ્લેનમાંથી ઉતારવાની હતી ને થોડીજ વારમાં કેનેડાથી એક ફ્લાઈટ લેન્ડ થઇ તેમાંથી આ બિલ્ડરની વ્હાલી દીકરી નિધિ પ્લેનમાંથી નીચે ઉતારી એરપોર્ટ ઉપર રિસીવ કરવા આવેલા તેના પપ્પા ને નાના ભાઈને મળી ને તે બહુ ખુશ થઇ પણ આ તેની ખુશી ઝાઝો સમય રહી નહિ
બનીયુ એમ કે નિધિ તેના પપ્પા નાનો ભાઈ ને ગાડી ચલાવનાર ડ્રાઈવર આ ચારે મુંબઈ થી સુરત આવવા ગાડી લઈને નીકળ્યા ગાડીમાં હસી ખુશીની વાતો થતી હતી કારણકે દીકરી કેનેડા ગયા પછી પાંચ વર્ષે ભારત પરત ફરી હતી
આમનેઆમ અચાનક ચાલુ ગાડીની સામે ટેન્કર આવીને ઉભું થઇ ગયું ને ધડાકા ભેર આ બિલ્ડરની ગાડી અથડાઈ ગઈ
આથી આ થયેલ એક્સિડન્ટમાં નિધિના પપ્પા ને તેનો નાનો ભાઈ બચી શકયા નહિ જયારે નિધિ ને ડ્રાઈવર ને નાની મોટી ઈજાઓ થવાંથી સીધા હોશપિટલમાં ભરતી થવાનો વારો આવીયો
કેવો તેમનો આ સમય ને કેવું તેમનું નસીબ !
નોકરીમાંથી ત્રણ મહિના મળેલી રજા પણ હવે નિધિને ખુશીથી માની શકાશે નહિ !
શું હવે નિધિ ભણવામાં હવે ધ્યાન આપી શકશે !
શું હવે નિધિ કેનેડા પરત ફરશે !
આ સવાલો હવે તેના જવાબ શોધેછે.
જે કદાચ નિધિ પોતે જ આપી શકેછે.