નવરાત્રી
નવરાત્રીના નવ દિવસ, ને ચમકીલી નવ રાત,
નવ રંગના મારા સાડલા, ને નવ છે માંના અવતાર.
સતરંગી મારા ચુડલા ખનકે મારા હાથમાં,
ધૂન પકડે ગરબાની પણ તૂટી જાય દાંડિયામાં.
ઘૂંઘરૂં મારા ઝાંઝરમાં એક લયમાં છનકતા જાય,
નાચવા આતુર મારી પાયલને હવે ન રોકી શકાય.
શ્રીંગાર કરું એ પહેલાં માં એ દીધો અવાજ,
નથી જવાનું બહારે, આ વખતે કરો ઉપવાસ.
મંડપ છે બધા સુના પણ કેમ કરાય માં ને નારાજ,
આરતી કરીએ, ગરબો સજાવીએ,
અને પહેરાવીએ દુર્ગામાંને તાજ.
ખરી નવરાત્રી આ વર્ષે સમજાશે, માંડીએ નવી ખુશી,
પૂજામાં શોધીએ, ઘર પરિવાર..અને મનની શાંતિ.
©શમીમ મર્ચન્ટ