નથી મળતો સમય એકબીજા ને મળવાનો
દુઃખ બધા ભૂલીને સૌ સાથે ભેળાં થઈએ
આજે ચાલ ને ભેરુ સૌ સાથે રમીએ
નાત જાત જોયા વગર સૌ સાથે બેસીએ
દુર્ગુણો ને દૂર કરીને,સદગુણો ને અપનાવીએ
આજે ચાલ ને ભેરુ સૌ સાથે રમીએ...
ઈર્ષા,શંકા, દ્વેષ રૂપી અંધકાર ને દૂર કરીએ,
ગરબા માં દીવો પ્રગટાવી ને ઉજાશ ફેલાવીએ
આજે ચાલ ને ભેરુ સૌ સાથે રમીએ...
રાખીએ સોશ્યલ ડિસ્ટન્સ એકબીજા થી
મોં પર માસ્ક ને હાથ માં સેનીટાઇજર છાંટીને
કોરોના ને હરાવી એ...
આજે ચાલ ને ભેરુ સૌ સાથે રમીએ...
નથી આ તારી કે મારી,આ તો જગતજનની જગદંબા
નવે નવ દેવીઓ ના આશીર્વાદ આજ લઈએ
આજે ચાલ ને ભેરુ સૌ સાથે રમીએ...
#NAVRATRI