#નવરાત્રી
#navratri
માડી આવોતો આપણો
સાથ મળી જાય...
તારી ભક્તિ નો સુંદર
અવસર મળી જાય...
અંતર ની ઊર્મિ ને
વેગ મળી જાય...
આંખો ના દિવડા થી આરતી ઉતારુ,
મનના મંદિરિયે મૂર્તિ પધરાવું ,
આજ ભક્તિ માં તારા રંગે રંગાવુ,
ચાચર ના ચોક માં ફૂલડા બિછાવુ,
મારે કરવી છે સેવા,
જો ભાવ મળી જાય...
આ નવલી નવરાત્રી ની
રાત મળી જાય...
મારે કરવી છે તારી પૂજા રે
માં અંબા રે, માં દુર્ગા રે!
સુની રે પડેલી આ રાતલડીએ
માં તમે આવો તો
રંગ માં રંગ મળી જાય...
માડી આવો તો આપણો
સાથ મળી જાય...