ગરબો...
યુગો જૂની પરંપરા છે ગરબો,
લોક સંસ્કૃતિનું પ્રતીક છે ગરબો.
શક્તિની ભક્તિનું પ્રતીક છે ગરબો,
તાલબદ્ધ, સહિયારું નર્તન છે ગરબો.
ગુજરાતીના દિલની ધડકન છે ગરબો,
એની વિશ્વવ્યાપી ઓળખ છે ગરબો.
પ્રસંગની અનેરી શોભા છે ગરબો.
અંતરની ઊર્મિનું નિરૂપણ છે ગરબો.
ઢોલીના ઢોલની પોકાર છે ગરબો.
સર્વે નૃત્ય ઉત્સવોનું હાર્દ છે ગરબો.
શેફાલી શાહ
#Navratri
#Kavyotsav
અમદાવાદ