મારી માળામાં પરોવાયેલા મોતી તું છે....
મારા હૃદયની પ્રત્યેક ધબકાર તું છે....
મારા અરીસાનું પ્રતિબિંબ તું છે....
મારી કલમનાં શબ્દો તું છે...
મારા શબ્દોનો અર્થ તું છે....
મારા પાયલની ઝણકાર તું છે....
મારી બિંદીનું તેજ તું છે....
મારા કંગનનો રણકાર તું છે..
મારુ સઘળું તું અને તું જ છે....
-Rajeshwari Deladia