મિત્રો,
જેને આપણા બધા કાંડની ખબર હોય,
કે પછી એજ એ કાંડ કરાવનાર હોય.
જે આપણી અંગત વાતો જાણતા હોય,
અને એજ વાત થી પોપટ કરાવતા હોય.
જ્યારે મળે ત્યારે નાસ્તાના પૈસા પડાવતા હોય,
એનો વારો આવે ત્યારે ખાલી ખિસ્સા બતાવતા હોય.
જે આપણા દિલની વાતો બોલ્યા વગર સમજતા હોય,
ઉદાસ હોઈએ તો ખુશ કરવા ઊંધા સૂઝાવ આપતા હોય.
એક એક નમુનાઓ જેવા ગણ્યા ગાંઠ્યા મિત્રો હોય,
અને એજ મિત્રો જીવનમાં નવા રંગો ભરતાં હોય.
-Ankit Parmar