એ પહેલી જ વખત વિમાનમાં બેસી હતી ને એનું વિમાન દોઢ કલાક મોડું પડ્યું હતું. બેઠી કે વિમાનમાંથી અવાજ આવવા લાગ્યો. ઘચડ... ઘચડ... ઘચડ... ઘચડ... અને લાગ્યું એને એવું કે આ પ્લેન પાક્કું હવામાં જ બ્લાસ્ટ થશે. અને જેવુ વિમાન ચાલ્યું કે એની ગતિ જોઈ એ બોલી, "એ ભાઈ અમારે બાયરોડ બેંગ્લોર નથી પહોંચવાનું... ઉડાડ તો ખરા..." અને વિમાન જેવું ઉડયું કે એ બારી બહાર જોઈ બોલી, "એ આ તો રિવરફ્રન્ટ આવી ગયું...." એની ખુશી અને પાગલપન જોઈ બધા એની સામે જોવા લાગ્યા. કંઈક આવી હતી એની પહેલી ઉડાન.. કંઈક આવો હતો સપનામાં જોયેલ વાદળો પર ઉડવાનો પ્રથમ અનુભવ.....
#વિમાન