આજે આપણે આપણા ઘરમાં કોઇપણ સારી વાનગી બનાવીએ છીએ તેમાં જો અમુક સુકા મસાલા ના નાખીએ તો એ બનાવેલી વાનગી ટેસ્ટી બનતી નથી,
જેમકે પાઉભાજી, દહીવડા, ઠેબરા, હોડવો, અથવા તો દરેક પ્રકારના અથાણા જેવાકે ખાટું અથવા તીખું અથાણું, છુંદો, બટાકીયું, કેયડાનું અથાણું બીજા ઘણા બધા..
ખાલી મોરસ..મરચું..કે મીઠું હળદર નાખવાથી વાનગી ટેસ્ટી બનતી જ નથી તેને માટે બજારમાં મળતા કંપનીના મસાલા પણ નાખવા પડેછે આજે આપણે એક એવી કંપનીની વાત કરી રહ્યા છીએ કે તેને મસાલાની દુનિયામાં ભારત જ નહી બલકે પુરી દુનિયામાં તેને નામ રોશન કર્યું છે તેનુ નામ છે (MDH)
તેના માલિકનું નામ છે ધર્મ પાલ ગુલાતી તેમનો પગાર જ મહીને વીસ કરોડ હતો. આમતો તેઓ ખાસ ભણેલા ના હતા પણ તેઓ પોતાની મહેનત ધગજ ને એક વિશ્વાસ સાથે તેમને તેમની કંપનીને આસમાનના શિખર ઉપર બેસાડી દીધી. આ ધર્મ પાલના પિતા પાકિસ્તાની હતા 1947 માં દેશના ભાગલા પડયા ત્યારે ધર્મ પાલ રુપીયા 1509/= લઇને ભારત બાજુ આવેલા તેમાથી તેમને 605/= રુપીયા આડાઅવડી ખર્ચો થઇ ગયો હતો તેથી બાકી બચેલા પૈસાથી તેમને 1919 ની સાલથી ગરમ મસાલો બનાવવાનો નાનો ધંધો ચાલું કર્યો ને પછી બનાવીને બજારમાં વેચવા મુક્યો ત્યારે તેમની હરિફાઇમાં કોઇ બીજી કંપની ના હતી આથી તેમના મસાલાનું બજારમાં અઢળક વેચાણ થવાથી તેમની કંપની ધીરે ધીરે ઉપર આવવા લાગી ને બહોળો ધંધો થવા લાગ્યો ને આજ તેના માલીક ધર્મપાલ ગુલાતી 5400/= કરોડની કંપનીના માલીક છે. તમે ટીવી ઉપર પણ તેમને જોયા હશે...હા, તે જ ધર્મપાલ ગુલાતીછે MDH ગરમ મસાલા બનાવતી કંપનીના માલિક.