વર્તમાન પરિસ્થિતિને જોઈને કહુ તો પક્ષીઓ આજે આઝાદ થઈ ગયા અને મનુષ્યો કેદ થઈ ગયા.
પશુ પક્ષી બે જૂબાન હોય છે.એમણે શુ થાય છે એ ક્યારેય કોઈને પણ કહી શકતા નથી.પણ આપણે એમની તકલીફને જોવાની કે સમજવાની કોશિશ કરતા નથી. આપણે માત્ર આપણો જ ખ્યાલ કરીએ છીએ.આપણે આજે સ્વાર્થી બની ગયા છીએ. માત્ર અને માત્ર આપણો જ વિચાર કરીએ છીએ.આવો વ્યવહાર આપણે ન કરવો જોઈએ.કેમ કે જેટલી લાગણી, જેટલો પ્રેમ આપણને પ્રાણીઓ પાસેથી મળે છે એટલો તો કદાચ મનુષ્યો પાસેથી પણ નથી મળતો.
એટલે જો એમને કોઈ પણ પ્રકારની તકલીફની આપણને ખબર પડે તો એમને બનતી મદદ ચોક્કસ કરવી જોઈએ. અને એમની પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ.કેમ કે એ બેજૂબાન હોય છે.પોતાની વ્યથા શબ્દો દ્ધારા વર્ણવી નથી શકતા.એટલે જ્યારે પણ આપણને એમની તકલીફ વિશે ખબર પડે તો એમને મદદ કરવી જોઈએ.પશુ પક્ષીઓ જેટલા વફાદાર તો આજે મનુષ્યો પણ નથી એટલે એમને બચાવવું, એમની મદદ કરવી યે આપણો સાચો માનવ ધર્મ છે.એક મનુષ્ય થઈ ને જો અપણામાં જીવદયા ન હોય તો એ મનુષ્યનો અવતાર નકામો કહેવાય છે.એટલે જ હંમેશા આ અબોલ પ્રાણીઓની રક્ષા કરવી જોઈએ.એમને કોઈપણ પ્રકારની તકલીફનાં પડે એનું ધ્યાન રાખવુ જોઈએ.
પશુ પક્ષીઓને મદદ કરવી એ આપણુ બૌદ્ધિક કર્તવ્ય છે. જો આપણે માનવ થઈ ને આટલી માનવતા ના બતાવીએ તો આપણને માનવ કહેવાનો કોઈ અધિકાર નથી.
રાજેશ્વરી
#પશુ