ઘણા લોકોને ફરિયાદ હશે કે મને ઘણીવાર પેટમાં ખુબ દુખેછે, તો ઘણા લોકોને એ પણ ફરિયાદ કરતા હશે કે મને સમયે ભુખ નથી લાગતી...!
આવી તમારી કોઇ ફરિયાદ હોય તો ઘરમાં રાખેલું જીરુ ઘણુ જ કામમાં આવેછે,
એક પાણી ભરેલા ગ્લાસમાં બે ચમચી જીરુ નાખવાનું લગભગ એક કલાક તેને પલાડી રાખવું ત્યારબાદ તે પાણી સહેજ ગરમ કરવુ પછી તે પાણીને ચારણીથી ગાળી લેવુ તેમાં સહેજ (ચપટી) સંચળ ને સહેજ મીઠુ નાખીને થોડુ ગરમ ગરમ પી જવું
આમ બે ચાર દિવસ પીવાથી પેટના તમામ દરદોમાં રાહત થાયછે જેમકે કબજીયાત, પેટમાં દુખાવો, ભુખ ના લાગવી..વગેરે
આમાં કોઇ આળઅસર થતી નથી
તમને તો ખબર હશે કે આજકાલ અમુલ ડેરીની જીરા છાસ ખુબ વેચાય છે તમે પણ કયારેક પીધી હશે તેમજ હવે તો જીરા સોડા પણ ઘણી જ મળતી હોયછે તો આવા પીણા પીવાથી પેટની બિમારીઓમાં ચમત્કારીક ફાયદા થતા હોયછે.