પ્રભુ કૃપા વિના પાંદડું પણ હલતું નથી
છતાંયે કહું છું મે વૃક્ષો ઉછેર્યા
હૃદય કેમ ધબકે છે ?
લોહી કેમ બને છે ?
ખબર નથી...
છતાંયે કહું છું મારું જીવન સ્વચાલિત છે
પથારીમાંથી ઉઠતા કોને આપી સ્મૃતિ ?
પથારીમાં સૂતા કોને આપી શાંતિ ?
સમજાતું નથી...
છતાંયે કહું છું મારું જીવન સ્વચાલિત છે
-Jigna