તારી પ્રતિતી
તમારા આવવાના પગરવ,
ને પુષ્પોની સુવાસ.
તમારું નિરંતર રટણ,
ને કોયલનો ટહુકાર.
તમારા બોલેલા વચનો,
ને લાગણીનો શણગાર.
તમારો મધુર સ્પશૅ,
ને અંતરનો ઊજાસ.
મધુર વચન તમારા,
ને વાણી મેઘ-મલ્હાર.
ઊમળકો મારા ચિત્તનો,
એને એક તારો જ પ્રતિસાદ.
-ડૉ.સરિતા (માનસ)