ભલે હો જગતને ડર અમોને નથી કાંઈ.
ડર તો તમારા નયનનો ..
તમારા આ યોવનની આછેરી મસ્તીમાં,
ઘાયલ બનીનેય પામર થવામાં.
ભલે હો જગતને ડર,અમોને નથી કાંઈ..
તમારી આ વાણીના ગુંજનને કલરવમાં,
પંખી બનીનેય ઘાયલ થવામાં.
ભલે હો જગતને ડર,અમોને નથી કાંઈ..
તમારા આ કાર્યોની મેહફીલમાં મસ્તીભર,
શાયર બનીનેય ઘાયલ થવામાં.
ભલે હો જગતને ડર,અમોને નથી કાંઈ..
તમારા અનુભવની કંડારેલી આ કેડી પર,
પાથક બનીનેય મુસાફિર થવામાં.
ભલે હો જગતને ડર,અમોને નથી કાંઈ..
તમારી આ ઝળહળતી ખ્યાતિના પગરવમાં,
અભિવાદન સ્નેહે હર્ષ થકી અર્પવામાં.
ભલે હો જગતને ડર,અમોને નથી કાંઈ..