"મા નો ગરબો"
દુહો: હૈ નવચંડી માં તું જોગણી અને જપુ ય જપુ ય તારા જાપ, હૈ કરજો રખોપા માળી તમે સર્વે કુળના જ રે..ને..માડી આપજો આશિષ હજાર..!
હૈ નવે તે નવ દીના નોરતા માડી તારા આવ્યા કંકુ પગલે આજ, આવો ને રમવા ગરબે માડી તમે સજી ને સોળે સણગાર., નવે તે નવ દીના નોરતા...!
બાળ રાજા અમે નાનકડા ભજીએ માડી તમારા નામ,ભાવ ને ભક્તિ થી કરી સેવા માડી, જાય પગ પાળા કોઈ કાજ., નવે તે નવ દીના નોરતા..!
વધ કર્યા માડી તમે અશુરોના, આપ્યા મોક્ષ ના દ્વાર, પાપિયા ઓ ને માડી પુન્ય દેખાડ્યા ને આપ્યો ભક્તિ નો માર્ગ., નવે તે નવ દીના નોરતા..!
દસે દિશામાં માડી નોરતા થાતા તારા, નવચંડી હવન અપાર, દીવા તારા સદા અખંડ રેતા, જ્યોત બધે ફરતી અપાર., નવે તે નવ દીના નોરતા..!
"સ્વયમભુ" બની માડી દર્શન દેતા તમે, કરતા ભકતો ના માં બેડા પાર., નવે તે નવ દીના નોરતા..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"