"તું મારો ગીરધર"
તું મારો ગીરધર હું તારી રાધા, તું છેડે તાર પ્રેમ નો, રાસ રમે રાધા..! તું મારો ગીરધર હું તારી રાધા..!
ગીરધર તારા પ્રેમ માં આધી આધી રાધા, વાંસળી ના સૂરમાં ખોવાય તારી રાધા.. તું મારો ગીરધર હું તારી રાધા..!
તું ગોપાલ, તું જ ગીરધર, તું મારા મન નો કાનુડો, હું રાધા તારા પ્રેમ ની ઘેલી, તું કૃષ્ણ મારો મુરલી વાળો..તું મારો ગીરધર હું તારી રાધા..!
તું કહે રાધે રાધે, "સ્વયમભુ" કહે રાધા બીના કૃષ્ણ આધે, ગીરધર ગોપાલ બોલો, રાધે કૃષ્ણ બોલો..!
રમે રાસ આજ વાહલો રાધા સંગ, ગીરધર ઘેરાણા આજ ગોપીઓ સંગ..! તું મારો ગીરધર હું તારી રાધા..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"