આજે મારી પ્રથમ વાર્તા "પ્રેમની અભયાકૃતિ" ને વર્ષ પૂરું થયું.
આ વર્ષ માં ઘણું શીખવા મળ્યું, ઘણું જાણવા મળ્યું, આપ સૌ નો ઘણો સહકાર મળ્યો. મારી વાર્તા લોકપ્રિય પણ બની અને તમારા જ પ્રેમ થી ટોપ 100 નવલકથા માં પણ ઘણો સમય રહી. માતૃભારતી એ આવું પ્રકાશન નું અને મારા દિલ ની વાત આપ સૌ ના દિલ સુધી પહોંચાડવાનું ઉત્તમ માધ્યમ આપ્યું એ બદલ માતૃભારતી નો ખુબ ખુબ આભાર. મારા વાંચક મિત્રો અને મારા હિતેચ્છુઓ જેમણે મારી આ યાત્રા માં સદાય સાથ આપ્યો છે તેમનો પણ ખુબ ખુબ આભાર. પ્રેમની અભયાકૃતિ મારી પ્રથમ વાર્તા હોવાથી મારા દિલ માં એક નોખું સ્થાન ધરાવે છે આ વર્ષ ની સફર પુરી થવાની ખુશી આમ શબ્દ માં વર્ણવવી થોડી અઘરી છે.
આપ સૌ નો ફરી એક વાર આટલા બધા પ્રેમ બદલ ખુબ ખુબ આભાર અને ભૂલ ચૂક બદલ માફી.
Parl Manish Mehta લિખિત નવલકથા "પ્રેમ ની અભયાકૃતિ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/9955/prem-ni-abhaykruti-by-parl-manish-mehta