"મને આવો વહેમ કેમ થયો છે"?
પ્રતિતી તારી હર એક ચહેરામાં થયા કરે છે,
જ્યારથી હૃદયમાં કંઈક ખોવાયાનો વહેમ થયો છે.
ઘડી બે ઘડી ટપારીને ખુદને સંભાળતી રહી છું!
"મને આવો વહેમ કેમ થયો છે"?
ખુદના જ પ્રશ્નો માટે ઉત્તર શોધ્યા કરું છું,
અને ખુદને જ એક પ્રશ્નાર્થ લાગ્યા કરું છું.
ઉત્તર શોધવા મથતા મનને ફરી ટપારીને પૂછું છું!
"મને આવો વહેમ કેમ થયો છે"
નિરંતર રટણ રહ્યા કરે છે તારું ને,
લોકો મને ચીડવવા પૂછ્યા કરે છે તારું સરનામું ?
"મારા અંતરને ઓરડે"
કહીને ફરી જાતને ટપાર્યા કરું છું!
" મને આવો વહેમ કેમ થયો છે"?
-ડૉ.સરિતા (માનસ)