(૧) હૈયા ના વાદળોની વચ્ચે લેહરાતા..આ પ્રેમ ના પુષ્પો આજ,
વરસતી વાદળીની સંગે સંગે આજ જુલતા પુષ્પો હજાર... હૈયા ના વાદળોની...!
(૨) હૈયા ની ઢળતી આ ડાળમાં પ્રેમ ના પુષ્પો ખીલતા હજાર, ઢળકતી આ ડાળમાં હિચકતા હીંચકામાં હિચતા પ્રેમી પંખીડા હજાર.. હૈયા ના વાદળોની..!
(૩) એક એક ડાળીમાં કિલોલ કરતા આ પંખીઓના જોડલા હજાર, હૈયા ના વાદળોમાં વિખરાતા વિખરાતા સૂકા પતા હજાર.. હૈયા ના વાદળોની..!
(૪) વિહરતી વેદના આ હૈયા ના હામની, પુષ્પો ની સૂકી કતાર..કેમ કરી ઠાલવવી પ્રેમની વરાળ આ ભીંજવતી "સ્વયમભુ" હૈયા કેરી વાદળી.. હૈયા ના વાદળોની વચ્ચે લેહરાતા પ્રેમ ના પુષ્પો આજ..! અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"