હજી તો એક રાત પણ નથી વિતાવી એ લાલ સાડી માં ,
અને કહે છે મને સફેદ પેહરી ને આવીજા અમારી નાત માં,..
કોણ જાણે કઇ રીતે મનાવી લીધી મેં મારી જાત ને..
થોડાક દિવસો તો કાઢ્યા હોત તારી સંગાથ માં,
માતૃભૂમિ ની રાખવા લાજ, તું ગયો એ ઝડપ માં,
રહેશે મને આજીવન તારી રાહ એ વિરહ માં,
શું હું કરીશ તારા વગર આ ભવ માં,
બસ તારી #વિધવા બની રહીશ આ જન્મ માં..
#વિધવા
~દિવ્ય ત્રિવેદી