""વરદાન""બંગલો આખો આજે ખૂબ રોશની સજાવેલો હતો . ઢોલ અને શરણાઇ પોતાના સુર રેલાવતા હતા દરેક આમંત્રિત મહેમાનો આવી ગયા હતા બસ બધા ને એક જ સવાલ હતો કે આજે અહીં આપણને બધાને શા માટે ભેગા કર્યા છે ? ભૂષણ અને ગહેના ખૂબ જોરશોરથી તૈયારી માં હતા ભૂષણે તેની નાની બહેન ઝરણા અને પતિ નયન ને ખાસ પૂનાથી બોલાવ્યા હતા, ભૂષણના ભાઈ ભાભી મિહિર અને પ્રાચી પણ નવસારી થી આવ્યા હતા. ગહેનાએ પોતાના મમ્મી-પપ્પા આનંદભાઇ અને સુશિલાબેન ને પણ બોલાવી લીધા હતા. પોતાની નાની બહેન રચિતા અને જીલેશ જેના હમણાં જ લગ્ન થયા હતા તેને પણ બોલાવ્યા હતા.ગહેના એ આમંત્રિત મહેમાનો નુ સ્વાગત કર્યુ અને દરેક ની આતુરતા નો અંત લાવવા પોતે એક કંકોત્રી બતાવી જે મુજબ પોતે અને ભૂષણ ""સાસુદાન"" કરવા જઈ રહ્યા હતા તો આવતીકાલે નવદંપતી ને આશિર્વાદ આપવા બોલાવ્યા છે. આ જાણ થઈ ત્યારે દર એક ના ચહેરા પર એક અલગ પ્રકારની ચાડી હતી.
અને પછી ભૂષણ ના બતાવ્યા મુજબ ઘરમાં સાસુ રક્ષાબેનનો કબાટ ગોઠવતી વખતે હાથમાં એક ડાયરી આવેલ જે મુજબ પોતાના પહેલા પસંદગી ના પાત્ર "ગૌરવ" જે આજના જમાનામાં પહેલો પ્રેમ કહેવાય તેને પોતાના માબાપ ની પસંદગી ન હોવાથી છોડવા પડેલ અને લગ્ન ન કરી શકેલ. પોતાના માબાપ ની પસંદગી ના પરાગ સાથે લગ્ન કર્યા ત્યારે ઉમર ૨૦ વષૅ ની હતી. ભણવામા સાથે હોવાથી પરાગભાઈ ને પણ આ વાતની જાણ થોડી ઘણી જાણ તો હતી જ.પણ ત્યારે આવુ કંઈ ન જોયું. અને પ્રેમથી પોતાના લગ્નજીવન ને નિભાવી જાણેલ આ સંસાર રૂપે ભૂષણ, ઝરણા અને મિહીર ના માતા પિતા બનેલ.અને જયારે નાની ઊમર મા પોતાની કેન્સર ની બિમારી ની જાણ થતાં જ રક્ષા ને ૩૭ વષૅ જેટલી નાની ઊમર મા એક "વિધવા" તરીકે ન રહેવા અને ગૌરવ સાથે લગ્ન કરવા એવું વચન પણ માગેલુ જે વાત જાણી, પરંતુ સૌથી મોટો ભૂષણ ત્યારે ૧૫ વર્ષ નો અને ઝરણાં અને મિહીર ૧૩ વર્ષના હોવાથી સમાજ શું કહે? ની બીકે વાત વિસારી દિધેલ, અને એક વિધવા તરીકે જીવન કાઢી વાત વિસારી દિધેલ. આ જાણી ખૂબ મનોમંથન પછી ગહેના એ મને સમજાવેલ અમે બંનેએ લાખ કોશિશ પછી રક્ષાબહેનને સમજાવી ડાયરી મા લખેલા નંબર પરથી ગૌરવભાઈ ને શોધી કાઢીને વાત કરી. તે આજ સુધી રક્ષા ને ભુલી નહી શકવાથી એકલા જ હોવાથી, હવે આજે આ પરાગભાઈ ના માગેલા વચન ને પૂરૂ કરવા જઈ રહી હતી. પહેલા તો મને વિચીત્ર લાગ્યું પણ ગહેના એ મને ખૂબ સમજાવ્યો અને આજના આધુનિક સમયમાં વળી શેનો સંકોચ? શા માટે "વિધવા " નું બિરૂદ? આમ પોતાના ભાઈ બહેન ને વિગતે વાત કરી. અને બીજા દિવસે "સાસુદાન"ના આ મંગળ પ્રસંગ નો મુક સાક્ષી હતો "પરાગ" ના હસતા ચહેરા સાથે ના ફોટા સામે રક્ષા અને ગૌરવ નો માંડવો. અને ત્યારે ભૂષણને અને ગહેના ના માતા - પિતાને ગહેના પર ગૌરવ છલકાતો હતો.