એવું તો એના માં શું હતું ? સાધારણ કદ કાઠી , શ્યામ રંગ અને બહુ જ સાધારણ કહી શકાય એવું વ્યક્તિત્વ !
પણ છતાં આટલા વર્ષે એ આંખો ભુલાતી નથી ! કૈક અસ્પષ્ટ અને છતા મજબૂત ઈરાદા સાથે ની એ આંખો મેં જયારે પેહલી વાર જોઈએ ત્યારે મારુ Purse એક ચોર ના હાથ માં હતું અને એ મને જોઈ રહ્યો હતો ! મેં એને આંખો થી જ મદદ માટે કહ્યું અને અમારી આંખો મળી ! હજી હું કૈક વધારે આગળ સમજુ એ પેહલા જ ખૂબ મોટો અવાજ આવ્યો અને પછી જયારે મારી આંખો ખુલી હું હોસ્પિટલ માં હતી !
હા , એક બૉમ્બ ધડાકો થયો હતો અને આતંકવાદી ના ફોટા ફ્લેશ થતા હતા Tv પર!
એક ફોટો એનો પણ હતો ! એજ અસ્પષ્ટ ભાવ વાળી આંખો !
#અસ્પષ્ટ