સમુદ્રાન્તિકે
ધુવ ભટ્ટ
આજનો દિવસ એટલે રજાનો અને આરામનો દિવસ.પણ દિવસની શરુઆત આજે સમુદ્રાન્તિકે બુક ના ચાર પ્રકરણ રીડ કર્યા.
શરુઆતમાં તો એવું લાગતું હતું , કે સમજાશે કે નહી.પણ વાંચવાની શરુઆત કરી એટલે ધીમે ધીમે સમજાવા લાગ્યું.લેખક પોતાના પ્રવાસો દરમિયાનના અનુભવના આધારે પુસ્તક લખ્યું છે.શરુઆત જયારે લેખક પ્રવાસની શરૂઆત કરે છે, અને એક સાવ અજાણી જગ્યા જવાનો ,ત્યાં વાતાવરે અનુરૂપ જે હશે તેને સ્વીકાર કરવો.લેખક આગળ લખે છે.ત્યાં તેને એવા માણસોનો પરિચય થયો કે , તેને ઓળખતા પણ નહોતા છતાં પણ સંબંધીઓની જેમ આવકાર આપ્યો.સિકોતરીયે લઇ જાય છે.લેખકને ખુદ ને ના સમજાય તેવી ભાષા બોલતા લોકો.પછી તો લેખક પણ સામે વિચિત્ર ભાષા બોલે છે.જયારે સબુર કાંઇ બોલતો નથી ત્યારે લેખક કહે છે કે , સાવ મુંગો કેમ ચાલે છે.લેખક સબુરને પુછે છે કે તું શું કરે છે , તારા માતા-પિતા શું કરે છે.સબુર જે કહે છે .તેમાં લેખક પણ દુખ વ્યકત કરે છે.વાતને બદલાવાનો પ્રયત્ન કરે છે.લેખકને જયાં પહોંચવું હતું ત્યાં સબુર પહોંચાડી દે છે.ત્યાંથી ચાલ્યો જાય છે.પગી અને લેખક વચ્ચે સંવાદો થાય છે.લેખકની રહેવાની વ્યવસ્થા બધું પગી જ કરે છે.
જે કાંઇ વાંચ્યું તેને સાવ ટુંકા શબ્દોમાં કહેવાનો પ્રયત્ન કર્યો છે.લાંબું પણ લખી શકત.સમયના અભાવે ટુંકમાં લખી શકયો.