હમણાં હમણાં #કામચલાઉ શબ્દ સરકારી કામો માં ખૂબ પ્રચલિત થયો છે.
કોઈ ની બદલી બઢતી કે નિવૃત્તિ માં જ્યાં સુધી કાયમી ધોરણે ભરતી ના થાય તો તે જગ્યાએ કોઈ યોગ્ય અન્ય ને કામચલાઉ ધોરણે કામગીરી નો ઓર્ડર કરે છે.
હાલ સરકારી તંત્ર માં ઘણા ખાતામાં અપૂરતો સ્ટાફ અને કામને પહોંચી વળવા માટે આ શિરસ્તો કારગત નીવડેલ છે.
ઓછા માણસોએ વધુ કામગીરી અને ઓછો ખર્ચ સરકારને પરવડે છે.
પરંતુ કોઈ ને રોજગારી આપવી હોય તો આ જગ્યાઓ ભરી ને એકાદ સ્વચ્છ વ્યક્તિ પર ભારણ નાખી જે માનવતા નું હરણ થાય છે તે થોડું ઓછું થશે. રોજગારી ઓછી થશે અને સોંપેલ કામ ના ટાર્ગેટ સમયસર પુરા થશે.અને દેશ ને વિકાસ ના પથ પર દોડતો કરવો હોય તો દરેક સરકારે સુઘડ વહીવટ કરવો જ રહ્યો.દેશ ના હીતમાં નીતિવિષયક નિર્ણય સમયસર લેવાય તો દેશ નું અર્થ તંત્ર અને રૂપિયાનું અવમૂલન થતું બચશે.
દેશને કે દેશના લોકો ને બચાવવાં હશે તો મોટા પાયે નાના ઉદ્યોગ કે રોજગારીની તકો માટે નિષ્ણાતો ની ભલામણો ઝડપી મેળવી ને અમલવારી કરવી પડશે.દેશ વાતોમાં આત્મનિર્ભર નહીં થાય.તેને માટે અભ્યાસુ અને બુદ્ધિશાળી લોકો ને પ્રોત્સાહન આપી દેશના વિકાસમાં સહભાગી બનાવવા પડશે.બધુજ કામ #કામચલાઉ સમજી ચલાવવા માટે જ કરવાનું હોય તો આ દેશ નો વિકાસ નહીં પણ વિકાસ એ વિનાશ તરફ જશે.
આજે દેશ ની આર્થિક, સામાજિક,પ્રામાણિક બાબતો ખૂબ નીચે જઈ રહી છે.
સરદાર વલ્લભભાઈ કહેતા કે દેશને પુરપાટ ગતિએ દોડાવવો હોય તો તેનાં ખેડૂતો અને મજૂર, કામદારો ને પ્રોત્સાહિત કરવા પડશે.તેના પ્રશ્નો સમજવા પડશે.
માત્ર મોટા મોટા ઉદ્યોગ પતિ કે માલેતુજારો ને સાચવવાથી દેશ નહીં સચવાય.અહીં #કામચલાઉ લોકશાહી જેવું ચલાવી ને દેશને અવળે રસ્તે વાળી દીધો છે.
માટે દેશને આગળ લઇ જવો હશે તો... મૂળભૂત જરૂરિયાત ધ્યાનમાં લેવી પડશે. બધું #કામચલાઉ નહીં ચાલે.
તથાસ્તુઃ
- સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )