મેરી જંગ, મશાલ અને સાહેબ
સામાજિક વિષય વસ્તુ અને જીવન ના સંઘર્ષ દર્શવતી અનિલ કપૂર ની આ ફિલ્મો આજના યંગસ્ટર્સ ના કદાચ નસીબ માં નથી
આ કોઈ દાદા આદમ ના સમય ની ફિલ્મો નથી પણ 85 to 95 વચ્ચેની ફિલ્મો છે
પ્રેમ કેવી રીતે જીવનની લડાઇઓ લડવા માં સહાયક બને છે
એ અદભુત રીતે બતાવ્યું છે
મુખ્ય વાત એ છે ત્રણેય ફિલ્મ માં પ્રેમીકા ઓ
અનિલ ને કેવો ગઝબ સપોર્ટ કરે છે એ અત્યર ની ફિલ્મો માં જોવા નથી મળતો
સાહેબ માં ફુટબોલ પ્લેયર અનિલ ને પિતાનું કર્જ ચૂકવવા સપના છોડીને કીડની વેચવા તૈયાર થાય છે
મશાલ માં જિંદગી ને નવી રીતે શરુ કરવા મથતા આવરગી
અનિલ ને દિલીપકુમાર અને રતી નો સાથ મળે છે પણ..
મેરી જંગ આ ફિલ્મ તો ચૂકશો જ નહીં અદભુત વાસ્તવિક ફિલ્મ છે
જિંદગી હર કદમ એક નયી જન્ગ હૈં, ..
જિંદગી આ રહા હું મેં...(દરેક 20 વર્ષ ના યુવાને ખાસ સાંભળવું)
જેવા ગીતો આ ત્રણેય ફિલ્મો ને યાદગાર બનાવે છે
ઘણું બધું લખી શકાય પણ ફરી કયારેક
- અશોક પટેલ 'આકાશ'