બધું મળે એનું નામ જિંદગી..
કઈક ખૂટે એનું નામ જિંદગી..
ચલાવી લઈશ..કહીને હસીને..
ચલાવી લઈએ એનું નામ જિંદગી..
બધું બધાને ક્યાં મળે છે..તોય..
જે છે એમાં મન મનાવી જીવે એ જિંદગી..
અવનવા રંગો દેખાય રોજ બધાનાં..
છતાં હસીને આપણે આપણાં રંગમાં જીવીએ એ જિંદગી..
કોઈ યાદ કરશે કે નહીં ખબર નહિ..
પણ યાદો ભરપૂર છોડી જઈએ એ જિંદગી..
✍🏻
અશોક