પ્રેમ શું છે ?
જયારે તારા મોઢામાં એક પણ દાંત ના હોય અને છતાં.,
તારું સ્મિત જોય ને મારા આખા દિવસ નો થાક ઉતરી જાય બસ એ જ પ્રેમ .....
તારો ક્રિકેટ જોવાનો ગાંડો શોખ જયારે મારો શોખ બની જાય અને .,
મારી પ્રિય પાણીપુરી જયારે તારી પ્રિય વાનગી બની જાય બસ એ જ પ્રેમ ...
જયારે તારી બધી ચિંતા મારી અને મારી બધી ચિંતા તારી બની જાય અને .,
તારા અને મારા સપના ને જયારે બને મળી ને પુરા કરવા લાગી બસ એ જ પ્રેમ ...
તારા અને મારા માથાંના વાળ ભલે ધોળા થઈ ગયાં હોય છતાં પણ .,
મારા માથામાં તારા હાથે ગજરો નાખી ને મારી સામે પ્રેમ થી જોવું બસ એ જ પ્રેમ...
જયારે મને આંખો માં ઓછું દેખાતું હોય અને ત્યારે ..
તું મારા ચશ્મા ને તારા રૂમાલ થી સાફ કરીને મને પહેરાવ બસ એ જ પ્રેમ....
તું અને હું ગમે તેટલા વ્યસ્ત હોય અને છતાં પણ .,
આપણે એકબીજા માટે થોડો સમય કાઢી બસ એ જ પ્રેમ ..